Available courses

ઇસ્લામનો પરિચય

ઇસ્લામ જીવન જીવવાની એક રીત છે, અને તોહીદનો અકીદો તેનું મૂળ છે, કે જેમાંથી જ દરેક વસ્તુ અસ્તિત્વમાં આવે છે, અને વેરવિખેર અને મોત પછી દરેક વસ્તુ તેની તરફ જ પાછી ફરે (રજ્અત) છે. જીવનના દરેક તબક્કે મુસલામનનો મક્સદ સખત કોશિશો વડે આ તોહીદ અને તેની અસરોને અનુભવવાનો છે. દીને ઇસ્લામના ‘ઊસૂલ’ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે: તોહીદની ગવાહી, રિસાલત પર ઈમાન, અને આખેરત પર ઈમાન. કુરઆનની હકીકત અને તેને કઈ રીતે સમજી અને વાંચી શકાય છે તેને સમજવા પહેલાં, આ અભ્યાસક્રમ આ ત્રણ અકીદાઓને સમજાવે છે. તોહીદના એહસાસ સાથે જોડાઈ જવું નફ્સની પાકીઝગીની રીત છે. આની રીતો ઇસ્લામની રૂહાની પરંપરાની રચના કરે છે અને તેની ટૂંકમાં ચર્ચા કરવામાં આવશે. અંતમાં, સમાજ અને રાજકારણના સંદર્ભમાં કેટલાક નૈતિક મૂલ્યોની ચર્ચા ઇસ્લામના મુખ્ય અકીદાઓમાંથી એક અકીદો — અદ્લની રોશનીમાં કરવામાં આવશે.